GSSSB Recruitment 2024 for Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts
GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળએ તાજેતરમાં Head Clerk, Senior Clerk, Jr. Clerk અને વિવિધ પોસ્ટ ની જગ્યા પર ભરતીની સૂચના પ્રકાશિત કરી છે. Head Clerk, Senior Clerk, Jr. Clerk અને વિવિધ પોસ્ટ્સ માટે કુલ 4304 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં નોકરી કરવા ઈચ્છે છે તેઓ આ ભરતીમાં તારીખ 04-01-2024 થી 31-01-2024 દરમિયાન ઓનલાઇન નોંધણી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે નીચે જાણકારી આપેલ છે. આગામી નોકરીઓ, OJAS જોબ્સ, આન્સર કી, પરિણામ, એડમિટ કાર્ડ અને વધુ માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે sahebbharti.com ની મુલાકાત લેતા રહો.
GSSSB Recruitment 2024
| Post Name | Head Clerk, Senior Clerk, Jr. Clerk and Various Other Posts |
| No. of Vacancy | 4304 |
| Apply Mode | Online |
| Last Date to Apply | 31-01-2024 |
| Official Website | gsssb.gujarat.gov.in |
| Job Location | Gujarat |
જગ્યાની વિગતો
પોસ્ટ નું નામ :
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
- જુનિયર ક્લાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
કુલ જગ્યાઓ : 4304
શૈક્ષણિક લાયકાત
(૧) ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઇપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે;
(૨) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
(૩) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
શૈક્ષણિક લાયકાત ની વધુ વિગત માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
વય મર્યાદા
લઘુત્તમ વય મર્યાદા: 20 વર્ષ
મહત્તમ વય મર્યાદા : 35 વર્ષ
તારીખ: ૩૧.૦૧.૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષથી ઓછી નહિ અને ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇશે. વય છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો.
અરજી ફી
જનરલ : રૂ. 500/-
અન્ય : રૂ. 400/-
પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
ચુકવણીની રીતઃ ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અથવા SBI ચલણ દ્વારા ઑનલાઇન ચુકવણી કરી શકો છો.
પગાર (પગાર ધોરણ)
સરકારશ્રી ના નિયમો અનુસાર.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબ્બકાવાર થશે,
- પ્રાથમિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
GSSSB પરીક્ષા પેટર્ન
તબક્કો ૧ : પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – A અને ગ્રુપ – B માટે સંયુક્ત પરીક્ષા) (CBRT પધ્ધતિથી)
- 1. Reasoning - 40 ગુણ
- 2. Quantitive aptitude - 30 ગુણ
- 3. અંગ્રેજી - 15 ગુણ
- 4. ગુજરાતી - 15 ગુણ
મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ – A અને ગ્રુપ – B હેઠળના તમામ સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષા MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. .
પ્રાથમિક પરીક્ષા ૧૦૦ પ્રશ્નોના પ્રશ્નદીઠ ૧ ગુણ લેખે કુલ ૧૦૦ ગુણ ની રહેશે. પરીક્ષાનો સમય ૬૦ મિનિટનો રહેશે.
પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબદીઠ ૦.૨૫ ગુણ નેગેટીવ માર્કીંગ રહેશે.
દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની ૨૦ મીનીટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે.
પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનીંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહી.
તબક્કો – ૨ : મુખ્ય પરીક્ષા
પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૮-૦૫-૨૦૨૩ના જાહેરનામા મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક જ્યારે ગ્રુપ-B માટે MCQ- પ્રકારના પ્રશ્નો ધરાવતી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા અંગેની વિગતો આ સાથે સામેલ Appendix-G મુજબ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ Appendix-H મુજબ રહેશે.
વધુ માહિતી માટે અધિકૃત સૂચના વાંચો.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 04-01-2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 31-01-2024
ઓનલાઇન ફી પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ : 31-01-2024
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ટૂંક સમયમાં
પરીક્ષા તારીખ : ટૂંક સમયમાં
કેવી રીતે અરજી કરવી?
રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે નીચે લિંક આપેલ છે.
નોંધ : ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફોર્મ ભરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે, પછી જ તેમનું ફોર્મ ભરે.
મહત્વપૂર્ણ કડીઓ
| અધિકૃત સૂચના | Click Here |
| ઓનલાઈન અરજી કરો | Click Here |
| સત્તાવાર વેબસાઇટ | Click Here |
