7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો | જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા | Anyror Gujarat 7/12 Online
રાજ્ય સરકાર ના મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતો ના હિત માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.કોઈપણ ખેડૂત હવે પોતાની જમીનના 7/12 અને 8-અ ના ઉતારા ઓનલાઈન મેળવી શકશે.ખેડૂત પોતાની જમીન નો સર્વે નંબર,જમીનનું ક્ષેત્રફળ,જમીનનો પ્રકાર અને માલિકી કોની છે તે પણ જાણી શકશે.

Anyror ગુજરાત શુ છે
Anyror ગુજરાત એ રાજ્ય સરકાર નું ઓફિશિયલ પોર્ટલ.છે જેમાં જમીનના જુના રેકર્ડ, ગામના નમૂના મિલકત ની વિગત અને ડિજિટલ સિલ્ડ પ્રોપટી કાર્ડની નકલ વગેરે ઓનલાઈન મેળવી શકાય છે.મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત ના ખેડૂતો ને કચેરીના ધક્કા ઓછા ખાવા પડે અને સરળતાથી જમીનના રેકર્ડ મળી રહે એ માટે આ વેબસાઈટ શરુ કરવામાં આવી છે.
ડિજિટલ સાઇન્ડ નકલ ઓનલાઈન કઈ રીતે મેળવવી
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ anyror.gujarat.gov.in ની મુલાકાત લો.
- ત્યાં આપેલા ઑપ્સન માંથી View Land Record – Rural પર ક્લિક કરો.
- તે ઑપ્સન સિલેક્ટ કર્યા બાદ Select Any One લખેલું આવશે.
- તે ઑપ્સન ખોલ્યા બાદ જમીનને લગતી વિવિધ વિગતો ખુલશે.
- આપેલી વિગતોમાંથી તમારે જે પણ જમીનને લગતી માહિતી જોઈતી હોય તેના પર ક્લિક કરો.
આ રીતે ઘરેબેઠા કોઈપણ ખેડૂત જમીનના 6, 7/12 અને 8-અ ના ઉતારા ની ઓરીજીનલ નકલો ડિજિટલ સાઇન્ડ દ્વારા ઓનલાઈન સરળતાથી મેળવી શકે છે.આ નકલો ખેડૂત ઓનલાઈન ફી ભર્યા બાદ જ મેળવી શકશે,ફી પણ ખેડૂતે Anyror વેબસાઈટ દ્વારા ઓનલાઈન જ ભરવાની રહેશે.તમે જે જમીનનો રેકર્ડ ડાઉનલોડ કરો છો તેમાં એક QR Code આપવામાં આવેલો હશે તે સ્કેન કરીને ખેડૂત જાણી શકશે કે ઉતારામાં આપેલી તમામ વિગતો સાચી જ છે અને પોતાની છે.
૭/૧૨, ૮-અ ઉતારા કેવી રીતે તેની સ્ટેપ બાય સ્ટેપસ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ મહેસુલ વિભાગના AnyRoR (anyror.gujarat.gov.in) તથા i-ORA (https://iora.gujarat.gov.in/) પર પોર્ટલ પર જાઓ.
- AnyRoR અથવા i-ora પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ “Digitally Signed RoR/ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર” પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
- વેબસાઈટની પેજમાં દેખાતા Captcha Code વાંચીને તેની નીચેના ટેક્સબોક્ષમાં દાખલ કરો. જો captcha code વાંચી શકાય એમ ન હોય તો “Refresh Code” પર ક્લિક કરો. જેથી નવો કોડ સ્ક્રીન પર આવશે.
- કેપ્ચા કોડ નાખ્યા બાદ “Generate OTP” પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી તમારા દ્વારા દાખલ કરેલા મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે.
- મોબાઇલ નંબર પર પર આવેલા વેરિફિકેશન કોડ Textbook મા દાખલ કરીને “Login” પર click કરો.
- Login પર click કર્યા બાદ ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
- ગામ નમૂના નંબર મેકવાવા માટે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. જેમાં સર્વે નંબર / બ્લોક નંબર / ખાતા નંબર / નોંધ નંબર પસંદ કરી “Add Village Form”પર click કરો.
- તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
- Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
- ડીજીટલ ગામ નમૂના નંબર માં સામેલ QR Code ની નીચે યુનિક નંબર https://anyror.gujarat.gov.in/rorverify.aspx પર દાખલ કરીને પણ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને ચકાસણી કરી શકાશે.
ગ્રામ્ય જમીનનો રેકર્ડ
7/12 ઉતારા : અહીંયા ક્લિક કરો
8-અ ઉતારા : અહીંયા ક્લિક કરો
શહેરી જમીનનો રેકર્ડ
7/12 ઉતારા : અહીંયા ક્લિક કરો
8-અ ઉતારા : અહીંયા ક્લિક કરો
૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.