GSRTC Bus Name – બસના બોર્ડ ઉપર સૌરાષ્ટ્ર , પાવાગઢ , સોમનાથ, આવા શબ્દો કેમ લખેલા હોય છે?

Post Update: November 07, 2024

GSRTC Bus Name – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલતી સરકારી બસોની સંચાલન કરે છે, તમને એવું ક્યારેક મગજમાં આવ્યું જ હશે કે બસની ઉપર સૌરાષ્ટ્ર, પાવાગઢ, સોમનાથ, આશ્રમ આવા શબ્દો કેમ લખ્યા હોય છે ? આ આર્ટીકલ દ્વારા અમે તમના વિષે વિસ્તારથી ચર્ચા કરીશું.

GSRTC Bus Name

GSRTC Bus Name – ગજરાત રાજ્યમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દરરોજ એક્સ્પ્રેસ અને લક્ઝરી બસની સેવાઓ પૂરી પાડે છે તેમજ સ્કુલ કોલેજના વિધાર્થીઓ માટે તથા વિકલાંગ કોલો માટે આ GSRTC Bus સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ GSRTC Bus ની જાળવણી માટે ઘણા બધા ડેપો આવેલ છે. આ GSRTC Online Ticket, સીટોનું એડવાન્સ બુકિંગ અને રીઝર્વેશન ની સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેજમ તેમની GSRTC Android App દ્વારા બધી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આ બસોની ઉપર આવેલા નામ

આ GSRTC બસોમાં આપેલા નામ તેમના વિસ્તાર પ્રમાણેઆપવામાં આવેલ છે જે આપણે GSRTCની બસોમાં નીચે પ્રમાણે જોઈએ છીએ.

અમદાવાદ GSRTC Bus પર “આશ્રમ” નામ લખેલ હોય છે

અમરેલી GSRTC Bus પર “ગીર” નામ લખેલ હોય છે.

ભરૂચ GSRTC Bus પર “નર્મદા” નામ લખેલ હોય છે.

ભાવનગર GSRTC Bus પર “શેત્રુંજય” નામ લખેલ હોય છે.

ભુજ GSRTC Bus “કચ્છ” નામ લખેલ હોય છે.

ગોધરા GSRTC Bus “પાવાગઢ” નામ લખેલ હોય છે.

હિંમતનગરની GSRTC Bus પર “સાબર” નામ લખેલ હોય છે.

જામનગર GSRTC Bus પર “દ્વારકા” નામ લખેલ હોય છે.

જુનાગઢ GSRTC Bus પર “સોમનાથ” નાલ લખેલ હોય છે.

મહેસાણા GSRTC Bus પર “મોઢેરા” નામ લખેલ હોય છે.

નડિયાદ GSRTC Bus પર “અમુલ” નામ લખેલ હોય છે.

પાલનપુર GSRTC Bus પર “બનાસ” નામ લખેલ હોય છે.

રાજકોટ GSRTC Bus પર “સૌરાષ્ટ્ર” નામ લખેલ હોય છે.

સુરત GSRTC Bus પર “સુર્યનગરી” નામ લખેલ હોય છે.

વડોદરા GSRTC Bus પર “વિશ્વામિત્રી” નામ લખેલ હોય છે.

વલસાડ GSRTC Bus પર “દમણ ગંગા” નામ લખેલ હોય છે.

ખાસ નોંધ : આ લેખ ફક્ત તમને જનરલ માહિતી મળી રહે એમના માટે અમે લખેલ છે. વધુ માહિતી મેળવવા માટે તેમની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in/site/ ની મુલાકાત લેવી.