WelCome To our Website www.sahebbharti.com -Press Ctrl+D to Bookmarks Our Site.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

કોચિંગ સહાય યોજના - Coaching Scheme 2024 Coaching Sahay Yojana 2023 @esamajkalyan.gujarat.gov.in

કોચિંગ સહાય યોજના 2023-24 | સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મળશે ₹20,000 સહાય

Coaching Sahay Yojana 2024 : જે વિદ્યાર્થીમિત્રો GPSC, UPSC, પોલીસ, ફોરેસ્ટ, બિન સચિવાલય ક્લાર્ક, તલાટી કે અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરે છે અને તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો તેવા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા એક "કોચિંગ સહાય યોજના" બહાર પાડવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવશે. વધુ માહિતી નીચે આપેલ છે. 


કોચિંગ સહાય યોજના 2023 

યોજના કોચિંગ સહાય યોજના
સહાયRs. 20,000/-
અરજી પ્રકારઓનલાઇન
અરજી કરવાનો છેલ્લો દિવસ 15-01-2024
સત્તાવાર વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in


કોચિંગ સહાય યોજનાનો હેતુ

વિકસતી જાતિના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી / જી.પી.એસ.સી. / સ્ટેટ કમિશન / બેંક / એલ.આઇ.સી / ગૌણ સેવા પસંદગી મંડળ / રેલ્વે ભરતી બોર્ડ / સ્ટાફ સિલેકશન કમિશન / જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ -૧, ૨ અને ૩ ની રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

કોચિંગ સહાય યોજનાના લાભ 

આ યોજના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે વધુમાં વધુ રૂપિયા 20,000/- સુધીની કોચિંગ સહાય આપવામાં આવે છે.

1. સ્પર્ધાત્મક પરીક્ષા (વર્ગ-૧, ૨ અને ૩)ની પુર્વતૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)

2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવૅગના તાલીમાર્થી તથા આર્થિક રીતે પછાતવર્ગની વિદ્યાર્થીનીઓને NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટેકોચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)

3. IIM, CEPT, NIFT, NLŪ જેવી ALL INDIA લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ જવા માટે આપવી પડતી IELTS, TOFEL, GRE ની પરીક્ષાની પૂર્વતૈયારી માટે કોંચિંગ સહાય યોજના (સહાયની રકમ વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/-)


કોચિંગ સહાય યોજના માટેની લાયકાત / યોગ્યતા / માપદંડ

મૂળ ગુજરાતના વતની હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. 

શૈક્ષણિક લાયકાતમાં 50% કે તેની વધુ હોવા જરૂરી છે. 

કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. 

વિદ્યાર્થીઓએ સંસ્થા(ટ્યુશન ક્લાસ) પાસેથી તામીલની હાજરીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 

આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર છે. 

વિદ્યાર્થી જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે નીચે મુજબની હોવી જોઇએ:

  1. સંસ્થા ત્રણ વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઇએ. 
  2. સંસ્થા GST નંબર/ પાનકાર્ડ ધરાવતી હોવી જોઇએ.
  3. તાલીમ આપતી સંસ્થા મુંબઇ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦, કંપની અધિનિયમ, ૧૯૫૬, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮ (દુકાનો અને સંસ્થાઓના અધિનિયમ, ૧૯૪૮) વગેરે જેવા કોઇપણ અધિનિયમ હેઠળ નોંધણી થયેલ હોવી જોઇએ.
  4. સંસ્થા અન્ય સરકારી ધારાધોરણોનું પાલન કરતી હોવી જોઇએ.
તાલીમાર્થીના માતા કે પિતા સરકારી નોકરી ધરાવતા ન હોવા જોઇએ.

તાલીમાર્થી જો પુરુષ હોય તો મહત્તમ ૩૫ વર્ષ અને સ્ત્રી હોય તો ૪૦ વર્ષ વયમર્યાદા રહેશે.


કોચિંગ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ / દસ્તાવેજ

વિદ્યાર્થીનું આધાર કાર્ડ

જાતિનું પ્રમાણપત્ર

ધોરણ 10 ની માર્કશીટ 

ધોરણ 12 ની માર્કશીટ 

સ્નાતક પાસ કરેલ છેલ્લી માર્કશીટ (જેમા ટકાવારીની ગણતરી કરી શકાય તેવા પ્રમાણપત્રો)

રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

આવકનું પ્રમાણપત્ર

બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

જે સંસ્થામાં એડમિશન લેવાનું હોય તે સંસ્થાનો બોર્ડ દર્શાવતો ફોટો

જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર

ફી ની પોંહચ (GST No. સહિત)


કોચિંગ સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાઓ. અને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો સબમિટ કરીને તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
  • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ જશે એટલે તમને ID અને Password મળશે તેના દ્વારા લોગીન કરો.
  • લોગીન કર્યા બાદ કોચિંગ સહાય યોજના પર ક્લિક કરો જ્યાં તમારી માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • અને જે ડોકયુમેંટ અપલોડ કરવાના છે તેને અપલોડ કરીને તમારું ફોર્મ સબમિટ કરો. 
  • સરસ ! તમારું કોચિંગ સહાય યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે.
નોંધ: વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ સબંધિત નાયબ નિયામક, સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ કલ્યાણની કચેરી દ્રારા જે વિદ્યાર્થીને ઓનલાઇન મંજુરી આપવામાં આવશે તે વિદ્યાર્થીઓને તાલીમ પૂર્ણ થયા બાદ ચૂકવણું કરવામાં આવશે.
ઉક્ત પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં આવેલ અરજીઓનું રાજ્ય કક્ષાએથી નિયમોનુસાર મેરિટ બન્યા બાદ મેરિટમાં આવતા લાભાર્થીઓને જ નિયમોનુસાર (જોગવાઇ અને લક્ષ્યાંક ધ્યાને લઈને) તાલીમ સહાય ચૂકવવામાં આવશે.

Registration માટેની વધુ વિગત માટે માટેની Important Links પર ફોર્મ કઈ રીતે ભરવું તેની PDF આપેલ છે.


કોચિંગ સહાય યોજના Application Status 

તમે ભરેલ ફોર્મનું Application Status જાણવા માટે :

  1. સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx
  2. ત્યારબાદ તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  3. અને “સ્થિતિ જુઓ” બટન પર ક્લિક કરો. તમે કરેલ અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.


કોચિંગ સહાય યોજનાની મહત્ત્વની તારીખ 

જાહેરાત ની તારીખ : 14-12-2022 
ફોર્મ ભરવાના શરૂ થયાની તારીખ : 15-12-2023 
ફોર્મ ભરવાં માટે છેલ્લી તારીખ : 15-01-2024 


કોચિંગ સહાય યોજના Helpline Number

આ યોજના અંગેની કોઈપણ સમસ્યા માટે તમે અહી આપેલ હેલ્પલાઇન નંબર પરથી મદદ મેળવી શકો છો.

Helpline Number : અહી ક્લિક કરો


Important Links - મહત્ત્વપૂર્ણ લિંક

જાહેરાત / પરિપત્રઅહીં ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અરજીનું સ્ટેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
તામીલસંસ્થા એ આપવાનું પ્રમાણપત્રઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

FAQs :

Q.1 : કોચિંગ સહાય યોજનાની છેલ્લી તારીખ કઈ છે?

Ans. કોચિંગ સહાય યોજનાની છેલ્લી તારીખ 15-01-2024 છે.


Q.2 : કોચિંગ સહાય યોજનામાં મળવાપાત્ર રાશિ કેટલી છે?

Ans. કોચિંગ સહાય યોજનામાં વધુમાં વધુ 20,000 રૂપિયા જેટલી રકમ મળવાપાત્ર છે.


Q.3 : કોચિંગ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ કઈ વેબસાઇટ પર ભરાય છે?

Ans. કોચિંગ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in છે.


Q.4 : કોચિંગ સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી?

Ans. યોજનાનો લાભ લેવા માટે તાલીમાર્થીઓને e Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


NOTE :  Candidates are requested to Read the Official Notification Carefully before filling their form, only then fill their form. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly.