ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 5 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

Post Update: January 22, 2023

ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 5 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો  [છંદ] 

1. છંદ ઓળખાવો : "પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા." [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]

[ A ]  શાર્દૂલવિક્રીડિત 
[ B ]  હરિગીત 
[ C ]  ચોપાઈ 
[ D ]  મનહર 

સાચો જવાબ : [ A ]  શાર્દૂલવિક્રીડિત 


2. "હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં" - છંદ ઓળખાવો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]

[ A ]  વસંતતિલકા 
[ B ]  મંદાક્રાંતા 
[ C ]  પૃથ્વી
[ D ]  શિખરણી

સાચો જવાબ : [ D ]  શિખરણી


3. છંદ એ _______ નું માપ છે. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]

[ A ]  શબ્દ 
[ B ]  ગદ્ય
[ C ]  પત્ર 
[ D ]  કાવ્ય

સાચો જવાબ : [ D ]  કાવ્ય


4. નીચેના ઉદાહરણોમાંથી શિખરણી છંદની પંક્તિ શોધો. [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]

[ A ]  ઊગે છે નભસુર્ય ગાઢ જગના અંધાર સમા 
[ B ]  છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
[ C ]  મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
[ D ]  ઇન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતાં હતા

સાચો જવાબ : [ C ]  મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો


5. "ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીના થશો." - કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. [તલાટી કમ મંત્રી જામનગર-2017]

[ A ]  માલિની 
[ B ]  પૃથ્વી 
[ C ]  મંદાક્રાંતા 
[ D ]  સ્ત્રગ્ધરા

સાચો જવાબ : [ B ]  પૃથ્વી


6. "ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ" પંક્તિનો છંદ ઓળખાવો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]

[ A ]  દોહરો 
[ B ]  હરિગીત 
[ C ]  ચોપાઈ 
[ D ]  ઝૂલણા

સાચો જવાબ : [ A ]  દોહરો


7. "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા" - આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? [તલાટી કમ મંત્રી જામનગર-2017]

[ A ]  હરિણી 
[ B ]  મંદાક્રાંતા 
[ C ]  પૃથ્વી 
[ D ]  શિખરિણી 

સાચો જવાબ : [ D ]  શિખરિણી


8. છંદ ઓળખાવો: "બચ્ચા થોડા વાસો, યમ, નવ, થશે આમ અથરો"  [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]

[ A ]  મંદાક્રાંતા 
[ B ]  વસંતતિલકા 
[ C ]  પૃથ્વી 
[ D ]  શિખરિણી

સાચો જવાબ : [ D ]  શિખરિણી


9. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]

[ A ]  સવૈયા 
[ B ]  મનહર 
[ C ]  ચોપાઈ 
[ D ]  દોહરો

સાચો જવાબ : [ B ]  મનહર


10. યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે? [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]

[ A ]  પૃથ્વી 
[ B ]  હરિણી 
[ C ]  શિખરિણી 
[ D ]  મંદાક્રાંતા

સાચો જવાબ : [ C ]  શિખરિણી

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.